નીચાકોટડા મા પોલીસ અને ખેડુત સામ સામે ટીયરગેસ ના સેલ છોડવામા આવ્યા

  • ઉદય ગુજરાતી ન્યુજ –/ “બ્રેકિંગ”નીચા કોટડા માં ખેડૂત ને પોલીસ સામસામે, ધબધબાટી, પથ્થરમારો, લાઠીચાર્જ, જિલ્લા ભરની પોલીસ ઘટના સ્થળ પર જવા રવાના
  • ખેડૂત આગેવાન કનુભાઈ કલસરિયા ની આગેવાની હેઠળ આજે દાઠા પાસેના નીચા કોટડા ગામે અલ્ટ્રાટ્રેક કંપનીના માઇનિંગ ના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે વિશાળ રેલી સાથે વિરોધ કરવા જતાં હતાં તે વેળાએ ખેડૂત ને પોલીસ સાથે મામલો બીચકતા ધબાચકડી બોલી જતા પોલીસ અને ખેડૂત સામસામે આવી ગયા હતા. માઇનિંગ સાઇટ ઉપર ગેરકાયદેસર ખેડૂતો દ્વારા પ્રવેશ કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ દ્વારા 35 કરતા વધુ ટીયરગેશ ના સેલ છોડવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતો વિફરતા પથ્થર મારો કરતા અનેક પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જિલ્લા ની તમામ પોલીસ મથકના અધિકારી ઓ ને તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચવા મસ મોટા પોલીસ કાફલા દાઠા ગામે જવાના રવાના થઈ ગયા છે. બાડી પડવા માઇનિંગ ના વિરોધ બાદ ફરી ખેડૂતો હલચલ માં આવતા અનિચ્છનીય ઘટના ના બને તે માટે થઈને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દાઠા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે..રિપોર્ટબાય…..ઉદયગુજરાતી ન્યુજચેનલ તંત્રીશ્રી ભરતભાઈ ખુમાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *