અમરેલીમાં નોંધાયેલ પ્રથમ ૨ કોરોના પોઝીટીવ દર્દીઓ થયાં કોરોનામુક્ત

વધુ વિગત માટે વિડિયો જુઓ


અમરેલીમાં નોંધાયેલ પ્રથમ ૨ કોરોના પોઝીટીવ દર્દીઓ થયાં કોરોનામુક્ત

ડોક્ટર્સશ્રી વિજયભાઇ વાળા સાહેબની મહેનત અને દર્દીઓના મનોબળે કોરોનાને પછાડ્યો

૬૭ વર્ષીય વૃદ્ધા તેમજ ૧૧ વર્ષ કિશોરે મેળવી કોરોના સામે જીત
લ્યો બોલો ખરેખર તમેજ તે કહો કે હવે ગુજરાતમાં હારછે કોરોના અને મુંઠીયું વાળી ભાગછે.કોરોના



અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે ૫૦ દિવસ બાદ તા. ૧૩ મે ના રોજ સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. સુરતથી આવેલી એસ.ટી.બસમાં ટિમ્બલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધા લાભુબેન ને ચાવંડ ચેકપોસ્ટ ખાતે ચેક કરવામાં આવતા તાવ-શરદી જેવા લક્ષણો જણાતાં તેમનું સેમ્પલ લેવાયુ હતું. અને ત્યારબાદ એમનો રિપોર્ટ પોઝિટિવ આવેલો હતો. ઉપરાંત મૂળ બગસરાના અને સુરતથી બસમાં અમરેલી આવેલા કિશોરનો રિપોર્ટ કરાવતા તે કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેની પણ સિવિલ ખાતે સારવાર શરૂ હતી


. આ બન્ને દર્દીઓ હાલ કોરોનાને મહાત આપી સંપૂર્ણ સ્વસ્થ થઇ ચૂક્યા છે તેમજ આજરોજ તેમને સિવિલમાંથી રજા પણ આપવામાં આવી છે.
આ વૃદ્ધા તેમજ કિશોરે સિવિલ ખાતે સતત કોરોના સામે જંગ ખેલી અને અંતે જીત હાંસિલ કરી છે. આ દિવસો દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે તેમને નિષ્ણાંત ડોકટર્સ એવા વિજયભાઈ વાળા દ્વારા કોરોનાને લગતી ઉત્તમ સારવાર આપવામાં આવી હતી. ડોકટર્સની મહેનત અને આ દર્દીઓના મનોબળને કારણે અંતે તેમણે કોરોનાને હરાવ્યો છે.

અને તેમને સિવિલમાંથી રજા આપવામાં આવતા તમામ આરોગ્યકર્મીઓ તેમજ દર્દીઓના ચહેરા પર ખુશીઓ છવાઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે સોશ્યલ ડિસ્ટનસિંગના પાલન સાથે આ દર્દીઓને શુભેચ્છાઓ સહ વિદાય આપી હતી.


આ સમગ્ર આયોજન સદભાવના ગ્રુપ ના પ્રમુખ અજિજ ભાઈ ગોરી અમરેલી સિવિલ હોસ્પિટલ ના ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા મેડિકલ ઓફિસર સતાણી સાહેબ પિન્ટુ ભાઈ ધનાણી ડો ભરત ભાઈ કાનાબાર દ્વારા કરવા મા આવ્યું હતું

*રિપોર્ટર….. વેલજીભાઈ કાલેણા અમરેલી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed