લીલીયા પો.સ્ટે. વિસ્તારના ક્રાકચ ગામે જાહેરમા જુગાર રમતા ૭ ઇસમોને કુલ કી.રૂા. ૯૨,૯૭૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ

લીલીયા પો.સ્ટે. વિસ્તારના ક્રાકચ ગામે જાહેરમા જુગાર રમતા ૭ ઇસમોને કુલ કી.રૂા. ૯૨,૯૭૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી લીલીયા પોલીસ ટીમ

જુગાર રમતા પકડાયેલ ઇસમોના નામ
(૧) વિશાલભાઇ ઝવેરભાઇ કોયાણી ઉ.વ.૨૫ ધંધો હિરા
(૨) રામદાસ ખોડીદાસ દેવમુરારી ઉ.વ.૩૦ ધંધો ખેતી
(૩) સાગરભાઇ મનસુખભાઇ સરવૈયા ઉ.વ.૨૫ ધંધો વેપાર
(૪) હિતેશભાઇ કેશુભાઇ ચૌહાણ ઉ.વ.૨૨ ધંધો હિરા
(૫) વિજયભાઇ હિંમતભાઇ ચૌહાણ ઉ.વ.૧૯ ધંધો હિરા
(૬) શૈલેશભાઇ મનસુખભાઇ ચૌહાણ ઉ.વ.૨૪ ધંધો હિરા
રહે.નં.(૧),(૨),(૪),(૫),(૬) તમામ ક્રાકચ ગામ તા.લીલીયા
જી.અમરેલી તથા નં.(૩) દુધાળા (બાય) તા.લાઠી જી.અમરેલી
રેઇડ દરમ્યાન નાશી ગયેલ ઇસમ-
(૭) લાલદાસ ખોડીદાસ દેવમુરારી રહે.ક્રાકચ ગામ તા.લીલીયા
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. એ.ડી.સાંબડ સા.શ્રીની સુચના અને માર્ગદર્શન મુજબ હાલમા અગીયારસનો તહેવાર આવતો હોય અને જુગાર રમવાનુ ચલણ વધુ હોય અને આ જુગાર રમવાથી ઘણા પરીવારો આર્થીક નુકશાની ભોગવતા હોય છે જેથી આ જુગારની બદીને સમાજમાથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃતિને અંકુશમા લાવવાના ઉદેશથી ખાસ ઝુબેશ રાખેલ તથા જીલ્લામાથી જુગારની બદ્દીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૩૦/૦૫/૨૦૨૦ના પો.હેડ.કોન્સ.શ્રી એસ.એ.ગોહિલ તથા પો.હેડ.કોન્સ.શ્રી જી.એમ.નગવાડીયા તથા પો.કોન્સ. લલીતભાઇ એમ. હેલૈયા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ એન.ધાંધલા ધ્વારા લીલીયા પો.સ્ટે. વિસ્તારના ક્રાકચ ગામેથી પો.કોન્સ.લલીતભાઇની ખાનગી બાતમી આધારે રેઇડ કરતા જાહેરમા જુગાર રમતા ૭ (સાત) આરોપીઓને પકડી પાડેલ છે. રેઇડ દરમ્યાન મળેલ મુદામાલની રકમ રોકડા રૂા.૨૧,૫૭૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂા.૦૦/- તથા પાથરણુ નંગ-૧ કી.રૂા.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂા.૨૬,૪૦૦/- તથા મો.સા. નંગ-૦૨ કિ.રૂ.૪૫,૦૦/-મળી કુલ કી.રૂા.૯૨,૯૭૦/-નો મુદામાલ કબ્જે કરી તમામ ઇસમો વિરૂધ્ધ લીલીયા પો.સ્ટે.મા જુગાર ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ છે.
આમ , લીલીયા પો.સ્ટે.ના ક્રાકચ ગામે સાત ઇસમો જાહેરમા પૈસા પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા કુલ મુદામાલ રૂા.૯૨,૯૭૦/- સાથે પકડી પાડવામા સફળતા મળેલ છે.

રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *