તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

આરોગ્ય શાખા અમરેલીની તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા ૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી “યુવાનોને તમાકુ ઉદ્યોગોની ચાલાકીથી તેમજ તમાકુ અને નિકોટીનના ઉપયોગથી બચાવવા”ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના થીમ પર ઉજવણી કરવામા આવી.હાલ અત્યારે કોવિડ – ૧૯ની પ્રવર્તમાન મહામારીને ધ્યાને લઇ નોડલ ઓફિસર ટોબેકો કંટ્રોલ વ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર

ડૉ.એન.વી.કલસરિયા,સુપરવાઇઝર સંજયભાઈ દવે અને તેમની હેલ્થ ટીમ દ્વારા ફેસબુક,વોટ્સઅપ,ટ્વીટર વગેરે જેવા માધ્યમો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ જેમાં લોકોને તમાકુનુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,જીદંગી પસંદ કરો નહિ કે તમાકુ,કોવિડ – ૧૯ના સક્રમણને રોકવા જાહેર જગ્યા પર ના થુકવું તેમજ તમાકુના સેવાથી કેન્સર તેમજ અન્ય પ્રાણઘાતક બીમારીઓ નોતરી શકે છે જેવા સુત્રો/વાક્યો તેમજ અન્ય આઈ.ઇ.સી. દ્વારા લોકોમા જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામા આવી રહયા છે જે યાદીમા જણાવે છે.

રિપોર્ટર…. ભરતભાઈ ખુમાણ
અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed