રાજુલાની પોલિટેકનીકમાં ઓનલાઇન સિવિલ એન્જીનિયરિંગનો વેબીનાર યોજાયો

રાજુલાની પોલિટેકનીકમાં ઓનલાઇન સિવિલ એન્જીનિયરિંગનો વેબીનાર યોજાયો

રાજુલાની જી.એમ.બી. પોલિટેકનીક ખાતે તા. 30મી મે ના રોજ સવારે 11 વાગે ઇન્ટરનેશનલ વેબીનારનું આયોજન કરવામાં આવેલું હતું.

આ વેબિનારનું આયોજન સિવિલ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. કે.વી.પટેલ અને ડિપાર્ટમેન્ટની તમામ ફેકલ્ટીસના સહયોગથી કરવામાં આવ્યું હતું. વેબીનારના વક્તા કૌશલ ઠક્કર (કેનેડા), આશિષ સોરઠીયા, વલય શાહ (સક્ષમ કન્સલ્ટન્ટ, અમદાવાદ) ઘ્વારા “સ્ટ્રક્ચર એન્જીનિયરિંગ” ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી 120 કરતા વિદ્યાર્થીઓ/પ્રોફેસરોએ આ વેબિનરમાં ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ પ્રો.(ડો.) કે. એચ.વન્ડરા ધવારા સિવિલ ડિપાર્ટમેન્ટને વેબીનારનું આયોજન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

વેબીનારના અંતમાં તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ/પ્રોફેસરોને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

રિપોર્ટર…. ભરતભાઈ ખુમાણ
અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *