રાજુલા પો.સ્ટે.ના વાવડી ગામે થી જુગારનો ગણનાપાત્ર (ક્વોલીટી) કેશ શોધી કાઢતી રાજુલા પોલીસ

પ્રેસ નોટ
તા.૦૯/૦૮/૨૦૨૦
💫 રાજુલા પો.સ્ટે.ના વાવડી ગામે થી જુગારનો ગણનાપાત્ર (ક્વોલીટી) કેશ શોધી કાઢતી રાજુલા પોલીસ.
પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલી નાઓની સુચનાથી અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર. ડી. ઓઝા સાહેબ સાવરકુંડલા ડીવીઝન તથા પો.ઇન્સ. શ્રી આર.એમ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ દરમ્યાન જુગારના કેશો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે અંગે રાજુલા પોલીસ સ્ટેશનના અના.હેડ કોન્સ. નિરજકુમાર તથા અના.લોકરક્ષક જનકભાઈ તથા અના.લોકરક્ષક કૌશિકભાઈ તથા અના.સંજયભાઈ એ રીતે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અના.લોરક્ષક જનકભાઈ નાઓ ને મળેલ બાતમી હકિકત આધારે વાવડી ગામે વિશ્વાસ ભડિયા પાસે જાહેર રોડ પર જુગાર રમતા (૧) જેતુભાઈ ભીખાભાઇ લુનસર (૨) અરવિંદભાઈ ભુપતભાઇ ભાલિયા (૩) ધીરુભાઈ ભગવાનભાઈ શેલડીયા રહે. ત્રણેય વાવડી તા.રાજુલા વાળાઓ ને રોકડ રૂ.૧૦૪૯૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૧૦૪૯૦/ના જુગાર લગત સાહીત્ય સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રાજુલા પો.સ્ટે. જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે.

રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *