ખાંભા પો.સ્ટે., વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા ૭ (સાત) ઇસમોને રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂા.૨,૨૨,૮૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

🔴 પ્રેસનોટતા.૧૧/૦૮/૨૦૨૦ 🔵

ખાંભા પો.સ્ટે., વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા ૭ (સાત) ઇસમોને રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂા.૨,૨૨,૮૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ જીલ્લાલમાંથી જુગારની બદીને સદંત્તર દુર સતત પ્રયત્નશીલ રહેલ હોય,અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, તેમજ જનમાષ્ટમી તહેવાર નિમીતે જુગાર અંગેની ખાસ ઝુંબેશ રાખેલ હોય, જે અન્વયે તા.૧૦/૦૮/૨૦૨૦ નાં રોજ ખાંભા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા જનમાષ્ટમી તહેવાર અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે,  ’’ માલકનેસ ગામથી હનુમાનપુર જતા રોડ પર આવેલ શૈલેષભાઇ ઓતમચંદ દેસાઇની વાડી પાસે આવેલ ગીદડી નદીના કિનારે ’’ કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એસ.ઓ.જી.નાં પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઈસમોને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

🎴 રેઇડ દરમ્યાાન પકડાયેલ ઇસમો🃏
1️⃣રવજીભાઇ લક્ષ્મણભાઇ સાંખટ, ઉવ.૪૫, ધંધો.ખેતી, રહે.ડેડાણ, બસ સ્ટેશન પાસે, તા.ખાંભા જી.અમરેલી.
2️⃣વિજયભાઇ નનકુભાઇ કોટીલા, ઉવ.૪૨, ધંધો.ખેતી, રહે.ડેડાણ, SBI બેન્ક પાસે, તા.ખાંભા, જી.અમરેલી.
3️⃣ધર્મેશભાઇ નંર્મદાશંકર રાજયગુરૂ, ઉવ.૨૯, ધંધો.પ્રા.નોકરી, રહે હાલ-મુંબઇ, નાલા સોપારા મુળગામ – ડેડાણ, SBI બેન્કની બાજુમાં, તા.ખાંભા જી.અમરેલી.
4️⃣તેજસભાઇ હિંમતભાઇ ગોરડીયા, ઉવ.૩૫, ધંધો.ખેતી, રહે.ડેડાણ, મેઇન બજાર, તા.ખાંભા, જી.અમરેલી.
5️⃣હરેશભાઇ પરશોતમભાઇ દુધાત, ઉવ.૪૭, ધંધો.ખેતી રહે.ડેડાણ, SBI બેન્કની બાજુમાં, તા.ખાંભા, જી.અમરેલી.
6️⃣દિલુભાઇ જીલુભાઇ વરૂ, ઉવ.૪૨, ધંધો.ખેતી, રહે.નાગ્રેશ્રી, હેઠલી પાટી, તા.જાફરાબાદ, જી.અમરેલી.
7️⃣જગદીશભાઇ આત્મારામ કાપડી, ઉવ.૪૨, ધંધો.વેપાર, રહે.ડેડાણ, SBI બેન્કની બાજુમાં, તા.ખાંભા, જી.અમરેલી.

💰 પકડાયેલ મુદામાલઃ-💰
મજકુર પકડાયેલ સાતેય ઇસમો ખાંભા પો.સ્ટે. વિસ્તારનાં માલકનેસ ગામથી હનુમાનપુર જતા રોડ પર આવેલ શૈલેષભાઇ ઓતમચંદ દેસાઇની વાડી પાસે આવેલ ગીદડી નદીના કિનારે જાહેરમાં પૈસા તથા ગંજીપતાના પાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં રોકડા રૂા.૧,૨૧,૮૫૦/- તથા મોબાઇલ ફોન નંગ–૭, કિ.રૂા. ૧,૦૧,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂા. ૦૦/૦૦ એમ કુલ કિ.રૂા.૨,૨૨,૮૫૦/- નાં મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ સાતેય ઈસમો વિરૂધ્ધ ખાંભા પો.સ્ટે.,માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

💫આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. અમરેલીનાં પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમને શ્રાવણીયો જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટ…… ભરતભાઈ ખુમાણ

અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *