સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક(અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

🔴 પ્રેસનોટ તા.૩૦/૦૮/૨૦૨૦ 🔵

સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., વિસ્તારમાંથી દેશી બનાવટી જામગરી બંદુક(અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી.ના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત ગઈ કાલે તા. 29/08/2020 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સાવરકુંડલા તાલુકાનાં જુના સાવર ગામ થી બોરાળા ગામ જવાના રોડ પર આશરે એકાદ કીલો મીટરના અંતરે રોડની ડાબી સાઇડ બાવળની કાંટમાં આવેલ દંગામાં રહેતો દાઉદભાઇ કાળુભાઇ મોરી નામનો માણસ પોતાની પાસે ગેરકાયદેસર હથીયાર (અગ્નિશસ્ત્ર) રાખે છે. અને કોઇ ગુન્હો કરવાની પેરવીમા હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી


દાઉદભાઇ કાળુભાઇ મોરી, ઉવ.૨૯, ધંધો.મજુરી, રહે.મુળ ગામ-દિલાવરનગર, તા.વંથલી જી. જુનાગઢ હાલ રહે.ગામ–જુના સાવર ગામની સીમ, તા.સાવરકુંડલા જી.અમરેલી.

કબ્જે કરેલ મુદ્દામાલ
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) કિ.રૂા.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. *પો.સ.ઇ., શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી. ટીમ* ને દેશી હાથ બનાવટી જામગરી બંદુક *(અગ્નિશસ્ત્ર હથિયાર)* સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટર…… ભરતભાઈ ખુમાણ અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *