લીલીયા – ક્રાકચ ચોકડી પરથી કારમાં દેશી દારૂની હેરા-ફેરી કરતા બે ઇસમોને કુલ કિં.રૂ.૧,૭૭,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

પ્રેસ નોટ. તા.૦૧-૦૯-૨૦૨૦

લીલીયા – ક્રાકચ ચોકડી પરથી કારમાં દેશી દારૂની હેરા-ફેરી કરતા બે ઇસમોને કુલ કિં.રૂ.૧,૭૭,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

💫 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી. આર.કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ લીલીયા વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે ભોરીંગડા ગામ તરફથી લીલીયા ક્રાકચ ચોકડી તરફ એક લાલ કલરની મહીન્દ્રા કંપનીની લોગાન કાર નં.જીજે ૦૫ સી એમ ૨૦૨૨ વાળીમાં સાવરકુંડલાના રીયાઝ ઉર્ફ રીચાર્જ અલારખ મલેક તથા સંજય સોમા વડેચા મોટા પ્રમાણમા દેશી દારૂ લઇ આવતા હોવાની ચોક્કસ બાતમી મળતાં લીલીયા – ક્રાકચ ચોકડી પર વોચ ગોઠવી મહીન્દ્રા કંપનીની લોગાન કારમાં થતી દેશી દારૂની હેરા-ફેરી પકડી પાડેલ છે.

💫 પકડાયેલ ઇસમઃ-


(૧) રીયાઝ ઉર્ફ રીચાર્જ અલારખભાઇ મલેક ઉ.વ.૩૫ રહે.સાવરકુંડલા, ખાદી કાર્યાલય
(૨) સંજય સોમાભાઇ વડેચા ઉ.વ.૨૫ રહે.સાવરકુંડલા, ભુવારોડ, મોટા કોળીવાડ

💫 ઉપરોકત પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્‍યાન તેણે આ દેશી દારૂ ગારીયાધાર તાલુકાના નવાગામથી સુરેશ રમેશભાઇ ધોળકીયા પાસેથી મેળવેલ હોવાનું અને સાવરકુંડલાના ભાયા ભાકુભાઇ દેગામાને આપવા જતા હોવાનું ખુલવા પામેલ છે.

💫 પકડાયેલ મુદ્દામાલઃ-
દેશી પીવાનો દારૂ લીટર ૩૧૦, કિં.રૂ.૬,૨૦૦/- તથા મહીન્દ્રા કંપનીની લોગાન કાર નં. જી.જે.૦૫.સી.એમ.૨૦૨૨ કિ.રૂ.૧,૭૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૭૭,૨૦૦/- નો મુદ્દામાલ

💫 આ અંગે પકડાયેલ આરોપીઓ તથા સંડોવાયેલ આરોપી વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી પકડાયેલ મુદ્દામાલ તથા આરોપીઓ લીલીયા પોલીસ સ્‍ટેશન માં સોંપી આપેલ છે.

💫 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર…… ભરતભાઈ ખુમાંણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *