Fri. Aug 6th, 2021

Share with:


તનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ પાસે માંગેલ એક કરોડની ખંડણી તથા અપહરણના વધુ બે ઇસમોને પકડી લેતી ભાવનગર પોલીસ

આ કામે હકિકત એવી બનેલ છે. કે ગઇતા. ૨૯/૦૧/૨૦૨૦ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે વાઘાવાડી રોડ ઉપર આવેલ તનિષ્ક સોનાના શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ  મુકેશભાઇ ચત્રુલાલ જોઘવાણી રહે. ભાંગલી ગેટ બાજુમાં હિલડ્રાઇવ પ્રારબ્ઘ રેસીડેન્સી ફલેટ નં-૧૦૧ ભાવનગર વાળાને તેના રહેણાક મકાન પાસેથી ચાર ઇસમોએ અપહરણ કરી ૫૦ લાખ રોકડ તથા ૫૦ લાખના સોનાના દાગીના મળી એક કરોડની ખંડણી લીઘેલ અને જેતે સમયે આ કામના ભોગબનનાર ફરીયાદીએ બીકના કારણે પોતાની ફરીયાદ જાહેર કરેલ નહી અને બાદમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૦૨/૨૦૨૦ના રોજ ફરીયાદ નોઘવામાં આવેલ 
આ ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી. અશોક કુમાર IPS નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ.એમ.સૈયદ ને સુચના આપી તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવેલ  જે ટીમ દ્રારા સદરહું ગૂન્હાના આરોપીઓ (૧) રોહિત માસાભાઇ કોતર રહે. કુંભારવાડા ગોકુળનગર (૨) યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પીટલ પાસે મફતનગર ભાવનગર (૩) શકિતસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પીટલ પાસે મફતનગર ભાવનગર વાળાને ઘોરણસર અટક કરી, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ સરકારી વકીલ શ્રીના માર્ગદશર્શન અને પરામર્શ હેઠળ  રિમાન્ડ રિપોર્ટ તૈયાર કરી,નામદાર કોર્ટમાં રજુ કરતા, નામદાર કોર્ટે ગુન્હાની ગંભીરતા તથા રિમાન્ડ રિપોર્ટ ધ્યાને લઇ પકડાયેલ આરોપીઓના તા ૦૬/ ૦૩/ ૨૦૨૦  સુધીના રિમાન્ડ મંજુર કરેલ અને રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પુછપરછમાં વધુ બે આરોપીઓ (૧) નરેશ ભાઇ નાથાભાઇ કોતર/આહિર રહે. સીદસર  ભાવનગર તથા નં.(૨) હસમુખભાઇ ધીરૂભાઇ ચાડ/આહિર રહે.આદર્શ રેસીડન્સી, ટોપ-૩ સર્કલ પાસે, ભાવનગર મુળ ગામ કમળેજ તા.જી ભાવ નગર વાળાઓના નામ ખુલતા એલ.સી.બી.તથા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ. તપાસ દરમ્યાન આરોપીઓ હિંમતનગર તરફ હોવાની ખાનગીરાહે હકીકત મળતા એક ટીમને તાત્કાલીક તપાસમાં હિમંત નગર ખાતે મોકલતા બંન્ને આરોપીઓને હિમતનગર ખાતેથી હુન્ડાય કંપનીની એસન્ટ કાર નંબર G J 06- BA 3691 સાથે પકડી અત્રે રજુ કરતા ધોરણસરની કાર્યવાહી કરેલ છે. અને તેઓની પાસેથી ખંડણીમાં લીઘેલ સોનાના દાગીના કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા એસન્ટ કાર કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૧,૫૦૦/-મળી કુલ કિ.રૂ. ૨૧,૧૧,૫૦૦/- નો મુદામાલ તપાસના કામે કબ્જે કરવમાં આવેલ અને બાકી રહેતા સહ આોરોપીઓની તથા મુદામાલ અંગે પુછપરછ હાથ ઘરેલ છે.    રિપોર્ટર.... ભરતભાઈ ખુમાણ 

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *