Fri. Aug 6th, 2021

Share with:


— અંક્લેશ્વરનો સેવાભાવી યુવાન મધ્યમવર્ગીય પરિવારો માટે બન્યો અન્નપૂર્ણા

કોરોના સંક્રમણની પરિસ્થિતિ દરમિયાન આર્થિક તેમજ સામાજિક ખેંચતાણ વચ્ચે પીડાતા મધ્યમવર્ગીય પરિવાર માટે ઘરબેઠા વિનામૂલ્યે ભોજનનું ટિફિન પહોંચાડવા ચિંતન પંડયા નામનાં યુવકે સેવાયજ્ઞ શરુ કર્યો છે.

લોકડાઉન – ૨ બાદ મધ્યમવર્ગીય પરિવારોનાં ઘરમાં અનાજ નાં ડબ્બાઓ હાંડલા કુસ્તી કરતા  જોવા મળી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં પંડયા ટિફિન સર્વિસ નામે ઘરબેઠા ભોજનનું ટિફિન પહોંચાડવા નો વ્યવસાય કરતો ચિંતન પંડયા નામનાં યુવકે વિવિધ સોશિયલ મિડીયા સાઈડ પર એક પોસ્ટ મૂકીને મધ્યમવર્ગીય લોકો કે જેઓ ને હાલ ભોજનની વ્યવસ્થા કરવામાં મુંજવણ અનુભવાતી હોય તેમને ઘરબેઠા નિઃશુલ્ક ટિફિન મોકલી આપવાની સેવા શરુ કરી છે.

કોઈપણ મધ્યમવર્ગીય પરિવાર કે જે કોક સામે હાથ ફેલાવી શકતો નથી કે યાચના કરી શકતો નથી તેવા પરિવારો ફોન કરીને ટિફિન મંગાવે તેઓને ચિંતન પંડયા નિઃશુલ્ક ટિફિન ની હોમ ડિલિવરી આપી આવે છે. સ્વયં પોતે મધમવર્ગનાં સંઘર્ષ ને જાણતો હોય મધમવર્ગ નાં પરિવારજનો ની અંતરપીડાને સમજ આજકાલ નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરી છે.જેના આ સેવાભાવ નાં કોલને અનેક લોકોએ ઝીલી લીધો છે.અને આ સેવાકાર્યમાં તેઓ અન્નદાન કે આર્થિક યોગદાન આપવાનું શરુ કર્યુ છે. 

ચિંતન પંડયા એ એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોઈપણ મધ્યમવર્ગી વ્યક્તિ તેને ફોન કરે તો તેમના નામઠામ કે ઓળખ છુપાવી તેમને ટિફિન ઘરબેઠા પહોંચાડુ છે.

નોંધનીય છે કે લોકડાઉન શરૂ થયા બાદમાં અનેક સેવાભાવી સંસ્થાઓ એ જરૂરિયાતમંદ ગરીબ લોકોને અનાજની કિટ કે ભોજન પહોંચાડતા રહ્યા છે.પરંતુ મધ્યમવર્ગીય અનેક એવા પરિવારો છે.જેઓ અન્ન કે ભોજન માટે કોઈકની સામે હાથ ફેલાવી શકતો નથી તેમનું સ્વમાન ઘવાય નહિં તે રીતે ચિંતન પંડ્યાની આ નિઃશુલ્ક ટિફિન સેવા વર્તમાન સમયે સામાજિક સહિષ્ણુતા નું ઉત્તમ ઉદાહરણ બની રહ્યુ છે.

રિપોર્ટ…. નીરવ પંચાલ

Share with:


By admin

2 thoughts on “અંક્લેશ્વરનો સેવાભાવી યુવાન મધ્યમવર્ગીય પરિવારો માટે બન્યો અન્નપૂર્ણા”

Leave a Reply to દિલીપ ગાંઘી Cancel reply

Your email address will not be published. Required fields are marked *