Mon. Oct 18th, 2021

Share with:


પ્રેસનોટ તા.૨૦/૦૨/૨૦૧૯

ઉદય ગુજરાતી ન્યુજ …….ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૫૪૩ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલાના કાનાતળાવ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ છે.

💫 પકડાયેલ આરોપીઃ-
1⃣ ભીખભાઇ રામભાઇ ભુવા ઉ.વ. ૩૨ ઘંઘો.વેપાર રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, નાગનાથ સોસાયટી
2⃣ ભરતભાઇ કાળુભાઇ ગુડાળા ઉ.વ. ૨૩ ધંધો. હીરા ઘસવાનો રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીંગની પાછળ
3⃣ સંજયભાઇ બાબુભાઇ લાલુવાડીયા ઉ.વ. ૨૦ ધંધો. મજુરી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, આંખની હોસ્પીટલ

💫 આરોપીને દારૂ આપનારઃ- કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઇ ગોહીલ રહે. જુના પાદર તા. જેસર જી. ભાવનગર

💫 દારૂ રાખવા માટે વાડી આપનારઃ- ભગાભાઇ કાનાભાઇ રાનાણી રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, પટેલ બોર્ડીંગની પાછળ( હાજર નહી મળી આવેલ)

💫 પકડાયેલ મુદામાલઃ- ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાડની બોટલો નંગ – ૫૪૩ કિ.રૂ. ૧૬૨૯૦૦/- મોબાઇલ ફોન નંગ – ૪ કિ.રૂ. ૬૦૦૦/- તથા મોટર સાયકલ નંગ – ૩ કિ.રૂ. ૪૧૦૦૦/- મળી કુલ રૂ. ૨૦૯૯૦૦/- ના મુદામાલ મળી આવેલ છે.

💫 આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસઃ- આ કામે પકડાયેલ આરોપી ભીખાભાઇ રામભાઇ ભુવા અગાઉ ત્રણ થી ચાર વખત સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીના ગુન્હાઓમાં પકડાયેલ છે.

 💫 ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કનકસીંહ ઉર્ફે કાળુ જોધુભાઇ ગોહીલ રહે. જુના પાદર તા. જેસર ગઇકાલ રાત્રીના પોતાની સફેદ કલરની પીકઅપ કારમાં આપી ગયેલ હોવાની વિગત જણાવેલ હોય તેની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ ચલાવી રહેલ છે.  

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ- ૫૪૩ કિ.રૂ. ૧,૬૨,૯૦૦/- મળી કુલ મુદામાલ સહિત કિ.રૂા.૨,૦૯,૯૦૦/- ની સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.રિપોર્ટ…કુળદીપભાઇ ખુમાણ

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *