બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકમાં ગબ્બર ની જોડે રહેતા ચુંદડીવાળા માતાજી નું થયું નિધન

બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથકમાં ગબ્બર ની જોડે રહેતા ચુંદડીવાળા માતાજી નું થયું નિધન….

જગવિખ્યાત વિશ્વ પ્રસિદ્ધ એવા ચુંદડીવાળા માતાજી ના નામથી જાણીતા( પ્રહલાદ જાની ) 92 વર્ષની ઉંમરે પોતાના વતન માણસા તાલુકાના ચરાડા ગામે ટૂંકી માંદગી ના કારણે થયું નિધન લગભગ ૨૦ દિવસ અગાઉ તેમને શરદી, ખાસી અને કફ જેવી તકલીફ હોવા થી તેમને અમદાવાદ નાં જાઇડેશ હોસ્પિટલમાં કોરોના નો રિપોર્ટ પણ કરાવ્યો હતો અને તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

ત્યાર બાદ તેમને થોડી સારવાર લીધી હતી તેના બાદ તે પોતાના સેવક ના ઘરે રોકાયા અને પછી પોતાના ગામ ચરાડા ખાતે રોકાયેલા હતા અને તેમના ભક્તો પણ તેમની સેવામાં હાજર હતા ત્યારે 25 તારીખ ના રોજ સાંજે 7 વાગ્યે ના આસપાસ તેમને ઈશારો પણ કરી દીધો હતો કે હું આઠ કલાક જ જીવવાની છું તેવું પણ તેમના ભક્તો દ્વારા જાણવવા માં આવું હતું અને આજ મધ્યરાત્રીએ તેમને અંતિમ શ્વાસ લીધા હતા

ત્યાર બાદ માતાજી ના મૃત દેહને અંબાજી ખાતે તેમના સ્થાને લાવવામાં આવ્યા હતા અને મંગળવાર અને બુધવાર માતાજી ના ભક્તો ને દર્શન માટે તેમના સ્થાને રાખવામાં આવશે અને ગુરુવારના નાં રોજ તેમને સમાધિ આપવામાં આવશે તેવું તેમના ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું વિશ્વભર માં ચુંદડીવાળા માતાજી ના નામ થી જાણીતા હતા અને તેમને પોતાની ભક્તિ થી વિશ્વમાં તેમના અસંખ્ય ભક્તો પણ હતા અને તેમને છેલ્લા કેટલાય સમયથી અંનનો પણ ત્યાગ કરી દીધો હતો

અને લોકોનું કહેવું છે કે તેમની ભક્તિ એવી છે કે તેના લીધે અન્ના વિના પણ તે જીવી શકતા હતા અને છેલ્લા ૨૦ દિવસથી તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ ન હોવાથી પોતાની દેહ ને છોડી અને દેવલોક પામ્યા છે ત્યારે અંબાજી સહિત તેમના ભક્તોમાં દુઃખની લાગણી

પ્રસરી હતી અને તેમના મૃતદેહને મંગળવાર નાં સવારના સુમારે તેમના સ્થાને લાવી દેવામાં આવ્યા છે અને ગુરુવારે 28 તારીખ ના રોજ ચુંદડીવાળા માતાજી ને સમાધિ આપવામાં આવશે તેવું તેમના ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર…. ભરતભાઈ ખુમાણ
અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed