કતલ કરવાના ઇરાદે ભેંશ વંશ પાડાને બાંધી ગોંધી રાખનાર ની ધરપકડ કરતી અમરેલી સીટી પોલીસ


  • અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં ગે.કા. રીતે મુંગા જીવને કતલ કરવા જેવી પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ કે.ડી.જાડેજા સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે ના અના.લોકરક્ષક પ્રભાતસીંહ ગોહીલનાઓની ખાનગી બાતમી રાહે હકીકત મળેલ હોય કે,અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડમાં રહેતો રફીકભાઇ ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા વાળો પોતાના રહેણાંક મકાને ગે.કા.રીતે ભેંશ વંશ પાડા કતલ કરવાના ઇરાદે ગોંધી (બાંધી) રાખેલ છે જેથી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.ડી.બી.ચૌધરી સાહેબ તથા અના.હેડ કોન્સ. નિલેષભાઇ લંગાળીયા તથા પો.કોન્સ.પ્રવિણસીંહ બારીયા તથા અના.લોકરક્ષક દેવાંગભાઇ મહેતાએ રીતેના ઉપરોકત બાતમીવાળી હકીકતે રેઇડ કરતા ત્હો.રફીકભાઇ ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી વાળાએ ગે.કા.રીતે પોતાના હવાલાવાના ભેંશ વંશ પાડા જીવ નંગ-૧ (એક) કુલ કિ.રૂ.૬૦૦૦/- ના કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી રેઇડ દરમ્‍યાન પકડાઇ જઇ ગુન્‍હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

  • પકડાયેલ ઇસમ *
    ત્હો.રફીકભાઇ ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી
  • રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
    અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed