વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો પાસેથી રોકડ ૧૨,૮૬૦ રકમ સહિત કુલ કિં.રૂ.૩૯,૩૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડિયા પોલીસ ટીમ

તા ૩૧/૦૭/૨૦૨૦
વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો પાસેથી રોકડ ૧૨,૮૬૦ રકમ સહિત કુલ કિં.રૂ.૩૯,૩૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડિયા પોલીસ ટીમ

💫 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.એસ રાણા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓના માર્ગદર્શન અન્વયે તા.૩૧/૦૭/૨૦૨૦ ના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે સ્કૂલ ની સામે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે વડિયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી. એ.ડી.સાંબડ નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ૬ ઇસમો રોકડ રકમ રૂ ૧૨,૮૬૦ તથા રૂ ૨૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે કુલ રૂ -૩૯,૩૬૦ ના જુગારના રોકડ તથા મુદામાલ સાહિત્ય સાથે પકડી પાડેલ હોય બે આરોપી રેડ દરમિયાન ભાગી ગયેલ જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

💫જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) પ્રદીપભાઇ રમેશભાઇ નિમાવત ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે. બરવાળા બાવીશી તા.વડીયા
(૨) નાગરાજભાઇ દેવાયતભાઇવાળા ઉ.વ.૨૫ ધંધો ખેતી રહે.બરવાળા બાવીશી તા.વડીયા જી.અમરેલી
(૩) ચંદુંભાઇ બાવચંદભાઇ સોલંકી ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે. બરવાળા બાવીશી તા.વડીયા જી.અમરેલી
(૪) હીરનભાઇ કીશોરભાઇ વાળા ઉ.વ.૨૭ ધંધો ખેતી રહે. બરવાળા બાવીશી તા.વડીયા જી.અમરેલી
(૫) નરેશભાઇ બાવચંદભાઇ સોલંકી ઉ.વ.૨૬ ધંધો મજુરી રહે. બરવાળા બાવીશી તા.વડીયા જી.અમરેલી
(૬) ભાવેશભાઇ રાવતભાઇ ભુંવા ઉ.વ.૨૬ ધંધો પ્રા.નોકરી રહે.બરવાળા બાવીશી તા.વડીયા જી.અમરેલી

💫જુગાર રમતા રેઇડ દરમ્યાન ભાગી ગયેલ ઇસમો
૧) નિલેષભાઇ બહાદુરભાઇ
(૨) ચેતનભાઇ ભુંરાભાઇ

આમ, જુગારનો ક્વોલિટી કેસ કરવામાં વડિયા પોલીસ ટીમ ને સફળતા મળેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed