રાજુલા છતડીયા રોડ કિષ્ના સોસાયટીમાથી મહિલાના ગળામાથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર આરોપીને સોનાના ચેઇન સાથે પકડી પાડતી રાજુલા પોલીસ

રાજુલા છતડીયા રોડ કિષ્ના સોસાયટીમાથી મહિલાના ગળામાથી સોનાના ચેઇનની ચીલ ઝડપ કરનાર આરોપીને સોનાના ચેઇન સાથે પકડી પાડતી રાજુલા પોલીસ
💫 અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ દ્વારા ચોરી/ચીલ ઝડપના બનાવ બનતા અટકાવવા અને ચોરીના વણ ઉકેલ્યા ગુન્હા ડીટેકટ કરવા સારૂ ખાસ સુચન કરેલ હોય જેથી આવી ચોરી/ચીલ ઝડપની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી ચોરીની બદીને દુર કરવા ચોરી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા નાઓના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય
ફરીયાદી ભાવનાબેન રમેશભાઇ જીવરાજભાઇ ઓઝા રહે.રાજુલા મુળ મંબઇ વાળા રાજુલા શ્રીજીનગરમા રહેતા પોતાના કાકાના ઘરે રાખડી બાંધવા જતા હતા તે વખતે રાજુલા કિષ્ના સોસાયટીમા પહોચતા પાછળથી એક અજાણ્યો ઇસમ આવી ફરી.ના ગળામાથી સોનાના નવ ગ્રામ ચેઇન કી.રૂ.૨૫૦૦૦/- ની ચીલ ઝડપ કરી નાસી ગયા અંગેની ફરીયાદ કરતા રાજુલા પો.સ્ટે ભાગ-એ ૧૪૨૯/૨૦ આઇ.પી.સી કલમ ૩૭૯(એ)(૧) મુજબ તા.૦૧/૦૮/૨૦ ના રોજ ગુન્હો રજી થતા રાજુલા પોલીસ દ્રારા બનાવ સ્થળની ઝીણવટ ભરી રીતે તેમજ ખાનગી રાહે તપાસ કરતા સદર ચીલ ઝડપ રાજુલા તત્વજયોતી વિસ્તારમા રહેતા આકાશભાઇ કાનાભાઇ સોલંકી એ કરેલ હોવાનુ જણાય આવતા મજકુર ઇસમને તા.૦૨/૦૮/૨૦ ના રોજ મુદામાલના સોાનાના ચેઇન સાથે પકડી પાડી રાજુલા પો.સ્ટે લાવી અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

ચોરીના મુદામાલ સાથે પકડાયેલ ઇસમો
1⃣ * આકાશભાઇ કાનાભાઇ સોલંકી (દે.પુ.) ઉ.વ.૧૯ ઘંઘો મજુરી રહે.રાજુલા તત્વજયોતી
તા.રાજુલા જી.અમરેલી

કબ્જે કરેલ મુદ્દામાલ
ઉપરોક્ત ગુન્હાનામા ચીલ ઝડપ થયેલ સોનાનો નવ ગ્રામ ચેઇન કિરૂ.૨૫,૦૦૦/-નો કબ્જે કરેલ છે.
✨ *આમ આ કામગીરી અમરેલી SP શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સુચના તથા સાવરકુંડલા DYSP શ્રી કે.જે.ચૌધરી સાહેબના માગૅદશૅન હેઠ રાજુલાના PI *આર.એમ.ઝાલા તથા પોલીસ સ્ટાફ* દ્રારા કરવામા આવેલ છે. આરોપીને સોનાના ચેઇન સાથે પકડી પાડવામા સફળતા મળેલ છે
રિપોર્ટર… ભરતભાઈ ખુમાણ
અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed