ચલાલામાંથી એક ઇસમને દેશી રીવોલ્‍વર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ચલાલામાંથી એક ઇસમને દેશી રીવોલ્‍વર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.*

💫 અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ સઘન બનાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે ગઇ કાલ તા.૩૧/૦૮/૨૦૨૦ ના રોજ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટા તથા પો.સબ ઇન્‍સ. શ્રી પી.એન. મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે ચલાલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં દરમ્‍યાન મળેલ બાતમી હકિકત આધારે ચરખા ગામના ભગીરથ જેઠુરભાઇ વાળાને ચલાલા ગામમાં, ચલાલા – ખાંભા રોડ પર આવેલ બાપા સીતારામના ઓટા પાસે ગે.કા હથીયાર સાથે ઝડપી લીધેલ છે.

💫 પકડાયેલ આરોપીઃ-
ભગીરથ જેઠુરભાઇ વાળા ઉ.વ.૩૦ રહે.નવાચરખા તા.ધારી જી.અમરેલી

💫 પકડાયેલ હથિયારઃ-
એક દેશી બનાવટની લોખંડની ફ્રેમ વાળી રિવોલ્વર હથીયાર (અગ્ની શસ્ત્ર) કિ.રૂ.૨૫૦૦/-

💫 પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ આર્મ્સ એક્ટ તળે કાર્યવાહી કરી આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ અર્થે ચલાલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

💫 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર… વેલજીભાઇ કાલેણા અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed