અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધો કરતા ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઇસ્યુ

અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધો કરતા ત્રણ ઈસમો સામે પાસા વોરંટ ઈસ્યુ

ગુજરાત સરકારશ્રી દ્વારા પાસા કાયદાની જોગવાઈઓને વાધારે વિસ્તૃત બનાવવામાં આવેલ છે.જેના અમલ માટે ગૃહ વિભાગે તા.૧૪/૦૯/ર૦ર૦ થી પાસા કાયદામાં સુધારાઓને અમલી બનાવતા જુગાર રમાડનારાઓ તથા ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરનારાઓ સામે પણ પાસાની કાર્યવાહી કરવા જોગવાઈ થયેલ છે. સદરહુ કાયદાનો સુધારો અમલમાં આવતા જ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી,અમરેલી દ્વારા આવા ગુનેગારો સામે પાસા તળેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ અધિક્ષાકશ્રી, અમરેલીની દરખાસ્ત આધારે આજે ત્રણ ઈસમો સામે પાસા અંગેના વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે.

પ્રેમજીભાઈ ઉર્ફે ગટીભાઈ વલ્લભભાઈ બાવીશી ઉ.વ.પ૯ રહે.મોટા આંકડીયા, તા.અમરેલી જે ગેરકાયદેસર રીતે વ્યાજ ધીરધારનો ધંધો કરતો હોવાથી તેની સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નં.૧૧૧૯૩૦૦૩ર૦૦ર૧૧/ર૦ર૦ આઈપીસી કલમ-૩૦૬, પ૦૬(ર) તથા નાણા ધીરનાર અધિનિયમ કલમ-૪૦(એ), ૪ર(એ)(બી)(ડી) મુજબ ગુન્હો નોંધાયેલ હોય, અન્વયે તા.૧૭/૦૯/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.૪૪/ર૦ર૦ થી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

જીલુભાઈ દાનાભાઈ ભુતૈયા ઉ.વ.૪૦ રહે.મોટા આંકડીયા, તા.અમરેલી જે ગેરકાયદેસર રીતે વ્યાજ ધીરધારનો ધંધો કરતો હોવાથી તેની સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નં.૧૧૧૯૩૦૦૩ર૦૦ર૧૧/ર૦ર૦ આઈપીસી કલમ-૩૦૬, પ૦૬(ર) તથા નાણા ધીરનાર અધિનિયમ કલમ-૪૦(એ), ૪ર(એ)(બી)(ડી) મુજબ ગુન્હો નોંધાયેલ હોય, અન્વયે તા.૧૭/૦૯/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.૪પ/ર૦ર૦ થી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

રજબઅલી ગુલામહુસેન રત્નાણી ઉ.વ.૩પ રહે.બીડી કામદાર સોસાયટી, રાજુલા જે ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવ અને ધીરધારનો ધંધો કરતો હોવાથી તેની સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફઆઈઆર નં.ર૯ર/ર૦ તથા ર૯૩/ર૦ અન્વયે તા.૧૭/૦૯/ર૦ર૦ ના હુકમ નં.AMR/પાસા/કેસ નં.૪૮/ર૦ર૦ થી પાસાનું વોરંટ ઈસ્યુ કરી ભુજ જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.

રિપોર્ટર…… ભરતભાઈ ખુમાણ અમરેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed