Fri. Aug 6th, 2021

Share with:


દેવભૂમિ દ્વારકા તા.૨૪, મહિલા સામખ્ય એ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતો મહિલા સશક્તિકરણ નો કાર્યક્રમ છે. જે ગ્રામ્ય સ્તરે અતિછેવાડાના બહેનો અને કિશોરીઓ સાથે શિક્ષણ, સંગઠન અને સમાનતાનું કાર્ય કરે છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓક્ટોબર ૨૦૧૬ થી કલ્યાણપુર, ભાણવડ, જામ-ખંભાળિયા તથા દ્વારકા તાલુકામાં કાર્યક્રમ શરૂ કરાયો છે, જે હાલ ચાર તાલુકાનાં ૨૨૫ ગામોની ૬૦૦૦ થી વધુ ગ્રામ્ય બહેનો સાથે શિક્ષણ દ્વારા સશક્તિકરણની કામગીરી કરી રહેલ છે, જેમાં શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા મુદ્દાઓ ને આવરીલેવામાં આવેલ છે. તા.૨૫-૧૧-૨૦૨૦ થી ૧૫-૧૨-૨૦૨૦ સુધી સ્ત્રી હિંસા વિરોધી પખવાડીયા ની ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ્ય સ્તરની મહિલાઓ કિશોરીઓને જોડેલ છે, દેવભૂમિ જીલ્લાના ૩૦ ગામોમાં ૧૨૯૮ બેનો સાથે જોડાઈને સ્ત્રી અને હિંસા ના મુદ્દે મહિલાઓની કાયદાકિય જોગવાયો, મહિલા અને શિક્ષણ, મફત અને ફરજીયાત શિક્ષણ અંગેનું માર્ગદર્શન, માનવ અધિકાર દિવસ અંગે, દરેક સ્તરે મહિલાઓ સાથે થતા અન્યાયો તેમજ ભેદભાવો બાબતે, હાલમાં ચાલતી કોરોના મહામારી વિષે બાળકો તેમજ મહિલાઓમાં પ્રવર્તમાન કુપોષણ દુર કરવા માટેની જાગૃતિ, ઘરગથું ઉપચારો તેમજ તેઓના ઉપયોગો. અયુર્વેદિક દવાઓ બાબતે, ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી તેમજ ખેતી બાબતે સમજ પૂરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી કે અમે અમારી દીકરીઓને ભણાવિશુ તેમજ તઓને ભણતર દરમિયાન અધવચેથી ઉઠાવીસું નહિ. જીવનમાં શિક્ષણના મહત્વ વિશેની માર્ગદર્શન આપવામાં આવેલ. આ પખવાડિયાની ઉજવણીમાં જીલ્લા સ્તરેથી જીલ્લા સંકલન અધિકારી હર્ષાબેન ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ જીલ્લા રિસોર્સ પર્સોન રીટાબેન પટેલ દ્વારા વિબીનાર થકી જોડાઈને માર્ગદર્શન પૂરું પડેલ, તેમજ ગ્રામ્ય સ્તરની મહિલાઓને સંગઠિત કરવા ક્લસ્ટર રિસોર્સ પર્સન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.
રિપોર્ટ. વિતલ પીસાવળીયા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *