Share this:
ગેરકાયદેસર હથિયાર સાથે એક ઇસમને ઝડપી પાડતીભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને હાલમાં ભાવનગર મહાનગરપાલિકા,નગરપાલિકા,તાલુકા પંચાયત,જીલ્લા પંચાયતોની ચુંટણીઓ જાહેર થયેલ હોય.આ તમામ ચુંટણી પ્રક્રિયા ખુબ જ શાંતિપુર્ણ રીતે પુર્ણ થાય તે માટે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા,વધુમાં વધુ નાસતાં- ફરતાં આરોપીઓ પકડવા,માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવી વિગેરે સુચનાઓ આપેલ હતી.
જે સુચના અન્વયે એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ.,અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા જયદાનભાઇ લાંગાવદરાને બાતમીરાહે હકિકત મળેલકે,પાલીતાણા,હાથિયાધારમાં રહેતો ઇર્શાદ ઉર્ફે રાધે હાથિયાધારની પાછળ આવેલ ધારમાં ગેરકાયદેસર જામગરી હથિયાર લઇને ઉભેલ છે.જે ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઇર્શાદ ઉર્ફે રાધે દીન મહંમદભાઇ દલ ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.હાથિયાધાર,પાલીતાણા જી.ભાવ નગરવાળા દેશી હાથ બનાવટી જામગરી બંધુક સાથે મળી આવેલ.તેની પાસે આ જામગરી અંગે કોઇ પરવાનો નહિ હોવાથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તેને હસ્તગત કરી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ.અનિરૂધ્ધસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા,પો.કોન્સ. જયદાન ભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર મહેન્દ્દસિંહ જાડેજા વિગેરે માણસો જોડાયા હતાં
રીપોર્ટ સતાર મેતર