Share this:


માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતા સુખપુર ગામના રહીશ નથુભાઈ નગાભાઈ કાંમબલિયા ,જૂનાગઢના રહીશ જગમાલભાઇ વિછી તેમજ મેંદરડાના નિવાસી હિરેનભાઈ દેવાણંદભાઈ સોલંકીએ માનવતાની મહેક ચરિતાર્થ કરેલી.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની S.B.I બેન્કમાં બે દિવસ પહેલા સુખપુર ગામના રહીશ નથુભાઈ નગાભાઈકાંબલિયા તેમજ જૂનાગઢ ના રહીશ જગમાલભાઇ વીંછી મેંદરડા ની sbi બેંકમાં લોકરમાં પોતાના ઘરેણાં મુકવા માટે ગયેલા તેઓની ઘરેણા મુકવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ ત્યાર બાદ તેઓએ ત્યાં બેંકમાં સ્ટેન્ડ પર એક બોક્સ પડેલું જોયું, તો તે બોક્સમાં તપાસ કરતાં તેઓને માલુમ પડ્યું કે તેમાં સોનાની ચાર બંગડીઓ હતી ત્યાર બાદ તેમને એમ થયું કે આ સોનાની બંગડી કોઈ અહીં ભૂલી ગયું લાગે છે ,તેમણેન તે બંગડી સાચવી પોતાના લોકરમાં રાખી અને ત્યારબાદ તેઓ મેંદરડા વિસ્તારના પૂર્વ મંત્રીશ્રી દેવાણંદભાઈ સોલંકી ના નિવાસ્થાને ગયા અને આ સમગ્ર ઘટનાની વાત તેઓ તેમને કરી, દેવાણંદભાઈ એ માનવતા અર્થે કહેલું કે તે દાગીનામાં આપણો હક નથી તેમના મૂળ માલિકને તે ઘણાં મળી રહે તેવા પ્રયત્નો આપણે કરીએ અને તેઓએ તેમના પુત્ર હિરેનભાઈ સોલંકીને સૂચન કયું કે તમે બધા બેંકે હમણાં જ જઈ બેંક મેનેજરનો સંપર્ક કરો અને ઝીણવટ ભરી તપાસ કરી અને આ ઘરેણાં જે મૂળ માલિકના છે તેને પરત કરો હિરેનભાઈ સોલંકીએ બેંક મેનેજર સાથે વાતચીત કરી અને આ તપાસ કરી કે અહીં અમારી પહેલા લોકરમાં કોણ આવેલું રજીસ્ટર ચેક કરાવ્યું, બારીકાઈથી તપાસ કરી.અને તપાસ કરતાં માલૂમ પડ્યું કે નથુંભાઈ, જગમાલભાઇ પહેલા અહીં લોકરમાં ઘરેણાં મુકવા માટે મેંદરડા ની બાજુનું ગામ ગુંદાળા- ગીર ના રહીશ ભીખાભાઈ બાબુભાઈ કથરીયા તેઓ લોકરમાં ઘરેણાં મુકવા આવેલા અને ત્યાં સ્ટેન્ડ પર સોનાની બંગડીનું બોક્સ ભૂલી ગયા હતા ,તે વસ્તુ હકીકતમાં તેની ભીખાભાઇ કથરીયાની છે તેની પણ હિરેનભાઈ એ ખાતરી કરી અને ત્યારબાદ બીજા દિવસે બેંકે બોલાવીને ભીખાભાઈ કથરીયાની, બેંક મેનેજરની હાજરીમાં તેના કિંમતી દાગીના પરત કરેલા હતા આ દાગીના મૂળ માલિકે ભીખાભાઈ બાબુભાઇ કથરીયાને તે દાગીના દેવાણંદભાઈ સોલંકી ,
હિરેનભાઈ સોલંકી ,નથુભાઈ નગાભાઈ કાબલિયા, જગમાલભાઇ વીંછી તેમજ બેંક મેનેજર તેમજ ગામના આગેવાનની હાજરીમાં તે ચાર સોનાની ચાર બંગડી -૬ તોલા અને અંદાજીત તેની કિંમત ત્રણ લાખ જેટલી થાય તે તેઓને પરત કરેલી અને હિરેનભાઈ અંતે જણાવ્યું હતું કે જે વસ્તુ પર અમારો અધિકાર નથી તે વસ્તુઓને સ્વીકાર્ય નથી આ સંસ્કાર અમને અમારા માતા-પિતા તરફથી તેમ જ આગળની પેઢી તરફથી મળેલા છે એટલા માટે જે વસ્તુ પર જેનો મૂળભૂત અધિકાર છે તેઓને જ મળવો જોઇએ તેવી વાત તેઓએ કરેલી હતી. ભીખાભાઈ કથરીયાએ તેમજ તેમની પત્નીએ બધાનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને માનવતાનું ખરું એક ઉદાહરણ
પૂરું પાડ્યું હતું.
★ઉદય ગુજરાતી લાઈવ ઈન-જૂનાગઢ
●રિપોર્ટર:-હાજાભાઈ ઢોલા(માણાવદર)