Share this:
રાજુલામાં આંગણવાડી બહેનો દ્વારા સ્વેચ્છાએ કોવિડ રસીકરણ કરાવ્યું
ગુજરાત સહિત દેશભરમાં હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કસના રસીકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ સાહેબના માર્ગદર્શન અને સૂચના પ્રમાણે આઈસીડીએસ કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એન.વી.કલસરિયા,સીડીપીઓ નીતાબેન વ્યાસ,

અર્બન એમઓ ડૉ.ડી.સી.મકવાણા,નીતાબેન મહેતા અને શોભનાબેન પંડયા સહિતના મુખ્ય સેવિકા બહેનો દ્વારા આંગણવાડી બહેનોને કોવિડ રસીકરણ બાબતે પ્રવર્તતી ગેરસમજણ દૂર કરી જરૂરી માર્ગદર્શન આપતા સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે સ્વેચ્છાએ બહોળા પ્રમાણમા આંગણવાડી બહેનો અને તેડાગર બહેનોને સૂર્યાબેન દવે દ્વારા રસીકરણ કરાવવામાં આવેલ તેમજ ડૉ.કલસરિયા દ્વારા આ રસી સુરક્ષિત હોવાનું અને કોઈને પણ આડઅસર ના થઇ હોવાનું જાણવા મળેલ છે.