Thu. Feb 25th, 2021
ખેડૂત આંદોલન : સિહોરના વળાવડ નજીક ખેડૂતો રોડ પર ઉતરી આવતા પોલીસ દ્વારા અટકાયત

Share this:

ખેડૂત આંદોલન : સિહોરના વળાવડ નજીક ખેડૂતો રોડ પર ઉતરી આવતા પોલીસ દ્વારા અટકાયત

ખેડૂતો હાઇવે પર મફત શાકભાજી આપી વિરોધ કરી લોકોને સમજણ આપી, ખેડૂત ચક્કાજામ કાર્યક્રમને લઈ હાઇવે પર સવારથી પોલીસનું સતત પેટ્રોલીંગ રહ્યું, બપોરના સમયે ખેડૂત આગેવાનો રોડ પર ઉતરી વિરોધ કરે ત્યાં જ અટકાયત

આજનો દિવસફરી પાછો ખેડૂત આંદોલન માટે મહત્વનો બની રહ્યો છે અને સમગ્ર દેશની નજર આજના ખેડૂતોના ચક્કાજામ કાર્યક્રમ પર રહી છે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલતાં ખેડૂત આંદોલનના નેતાઓએ ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ બપોરે ૧૨ થી ૩ દરમિયાન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ચક્કાજામનું એલાન જાહેર કર્યુ હતું

જેની જ્વાળા ગુજરાતમાં પણ દેખાઈ છે દેશનો ખેડૂત ન્યાય માટે થઈને દિલ્હીમાં કડકડતી ઠંડીમાં ન્યાયની રાહ જોઇને બેઠો છે ખેડૂતો સરકારની આંખો ઉઘાડવા માટે થઈને અલગ અલગ વિરોધ પ્રદર્શન કરીને ન્યાય ની દાદ માગી રહી છે પરંતુ કોણ જાણે કેમ ખેડૂતો માટે મોટું બજેટ જાહેર કરનારી સરકારને ખેડૂતોના ન્યાય માટે વાત કરવાનો સમય નથી.

ત્યારે આજે ખેડૂતો દ્વારા સમગ્ર દેશમાં હાઇવે પર ચક્કાજામ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિહોરમાં પણ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વળાવડ નજીક બપોરના સમયે રોડ પર ઉતરી આવતા પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી ખેડૂતો દ્વારા હાઇવે પર પસાર થતા લોકોને શાકભાજી મફત આપી ત્રણ અધ્યાદેશો લોકોને સમજાવી વિરોધ કર્યો હતો બપોરના સમયે અચાનક વળાવડ નજીક ખેડૂતો રોડ પર ઉતરી આવતા

પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવાય હતી સમગ્ર દેશમાં ખેડૂતોના આજના કાર્યક્રમને લઈ સવારથી જ પોલીસના ઘાડે-ધાડા ઉતરી પડ્યા હતા અને હાઇવે પર સવારથી પોલીસનું સતત પેટ્રોલીંગ રહ્યું હતું બપોરના સમયે ખેડૂત આગેવાનો રોડ પર ઉતરી વિરોધ કરે ત્યાં જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અહીં ખેડુતો દ્વારા જણાવ્યું છે કે સરકાર ખેડૂતોનો અવાજ દાબી દેવા માટે થઈને ખેડૂતને અટકાવવા દેશની ખાખીને આગળ ધરી રહી છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના થોડા જ દિવસો બાકી છે તેવા સંજોગોમાં ખેડૂતોનો આ રોષ સત્તા પક્ષ માટે ઘાતક સાબિત થવાની આશંકા રાજકીય પંડીતોએ વર્ણવી રહ્યા છે

બીજી બાજુ છેલ્લા બે મહિનાથી વધારે સમયથી ચાલતું ખેડૂત આંદોલન હવે કઈ દિશામાં જઈ રહ્યુ છે તે કોઈ કહી શકે તેમ નથી દેશની સંસદમાં પણ ખેડૂત આંદોલન અંગે સરકાર અને વિપક્ષો આમને સામને જોરદાર ચર્ચા કરી રહ્યાં છે આ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે ખેડુતોનું ભાવિ સુધરે તેમા જ દેશની ભલાઈ છે તે ભૂલવું જોઈએ નહીં
રીપોર્ટ.સતાર મેતર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Us