Share this:
અલંગ મરીન પો.સ્ટે.નાં ગુન્હામાં નાસતાં-ફરતાં લીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડતીભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ.,
ભાવનગર, એલ.સી. બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન નિલમબાગ સર્કલ પાસે આવતાં બાત મીરાહે હકીકત મળેલ કે,ભાવનગર જિલ્લાનાં અલંગ મરીન પો.સ્ટે.નાં ફ. ગુ.ર.નં ૧૩/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૨૦, ૪૬૭ મુજબનાં ગુન્હામાં નાસતાં- ફરતાં આરોપી દુર્વિજય ક્રિષ્નાગોપાલ પાંડે રહે. મણાર ગામ, તા.તળાજા, જી.ભાવ નગર વાળો બિમ્સ હોસ્પીટલ સામે ઉભો છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત વર્ણનવાળો દુર્વિજય ક્રિષ્નાગોપાલ પાંડે રહે. મણાર ગામ, દયાળભાઈના મકાનમાં, તા.તળાજા, જી.ભાવનગરવાળા હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી પુછપરછ કરતાં મજકુર આરોપીએ ઉપરોકત ગુન્હામાં તેને અટક કરવાનો બાકી હોવાની કબુલાત કરેલ. હાલમાં કોવિડ-૧૯ની મહામારીના કારણે મજકુર આરોપીને પોલીસ હસ્તગત કરી આગળની કાર્યવાહી સારું નિલમબાગ પો.સ્ટે. સોંપવામાં આવેલ. આ નાસતા- ફરતાં આરોપીને પકડયા અંગેની જાણ અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવા તજવીજ કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી. બી.નાં પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા,પોલીસ ઇન્સ. એન.જી. જાડેજા નાઓની સુચના અને માર્ગ દર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ.કોન્સ.બી.એસ.ચુડાસમા, પો.કોન્સ વિઠ્ઠલભાઈ બારૈયા, ચંદ્રસિંહ વાળા, તથા ઈમ્તિયાઝખાન પઠાણ વિગેરે માણસો જોડાયા હતાં.
રીપોર્ટ સતાર મેતર