Fri. Aug 6th, 2021

Share with:


7 શિક્ષકો દ્વારા 4 કલાકની જહેમત બાદ તૈયાર થયેલ ઇ.વી.એમ. ના આ રેત ચિત્રને 10 હજારથી વધુ લોકોએ નિહાળ્યું

ભાવનગર.11, આગામી સમયમાં યોજાનાર ભાવનગર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ યુવા મતદારો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી ભાવનગરના શિક્ષકોએ રાજ્યની સૌપ્રથમ એવી સેન્ડ આર્ટની મદદથી રેત ચિત્ર બનાવવાની પ્રશંસનીય પહેલ કરી છે.જેમાં ભાવનગરના શિક્ષકોએ કોળિયાકના દરિયાકાંઠે સતત ચાર કલાકની જહેમત બાદ ઇ.વી.એમ. મશીનનું આબેહૂબ સેન્ડ આર્ટ રેત ચિત્ર તૈયાર કરી દરિયાકાંઠે ઉપસ્થિત સહેલાણીઓના નિદર્શન અર્થે મુકયું હતું.

આ રેત ચિત્રને ૧૦ હજાર થી પણ વધુ લોકોએ નિહાળ્યું હતું અને મતદાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવી માહિતગાર થયા હતા. આમ ભાવનગર તથા સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત ઇ.વી.એમ.નું રેત ચિત્ર તૈયાર કરી ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદાન જાગૃતિની દિશામાં એક અનુકરણીય પહેલ કરવામાં આવી હતી. સાથે સાથે કોળિયાક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ સિગ્નેચર કેમ્પઈનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક હજારથી પણ વધુ લોકો પોતાના હસ્તાક્ષર કરી મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા.


આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.જી.વ્યાસ, એજ્યુકેશન ઇન્સ્પેકટર શ્રી એમ.આર.પાંડે, ચિત્રકાર શ્રી અશોકભાઈ પટેલ તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.
રીપોર્ટ સતાર મેતર

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *