Share this:
પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ ભાવનગર વિભાગ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા માટે આપેલ સુચના અન્વયે બોટાદ પાળીયાદ રોડ કૈલાશનગર તા.જિ.બોટાદ ખાતે રહેતા જનકસિંહ ભગવાનભાઇ ગોહિલ નાઓ જુગારની પ્રવૃતિ સાથે સંકળાવેલ હોય અને તેઓ ઉપર બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ થયેલ હોય જેથી બોટાદ નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.દેવધા નાઓએ જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બોટાદનાઓની કચેરી તરફ મોકલી આપતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનાઓએ પાસા દરખાસ્ત મંજુર કરી સુરત લાજપોર જેલનુ વોરંટ ઇસ્યુ કરતા મજકુર જનકસિંહ ભગવાનભાઇ ગોહીલને બોટાદ પોલીસ સ્ટેશન તથા બોટાદ એલ.સી.બી. ની સંયુક્ત ટીમે મજકુર જનકસિંહ ભગવાનભાઇ ગોહીલની અંબાજી ખાતેથી ધરપકડ કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપેલ છે.
-:કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ:-
(૧) PI એ.બી.દેવધા
(૨) HC ભગીરથસિંહ વીરસંગભાઇ લીંબોલા
(૩) PC તગ્દીરસિંહ બળવંતસિંહ પરમાર
(૪) PC જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમા
(૫) PC રૂષીરાજસિંહ બાપાલાલસિંહ ગોહીલ
રીપોર્ટ સતાર મેતર