Wed. Dec 1st, 2021
જિલ્લા સેવા સદન દાહોદ ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લાની કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Share with:


જિલ્લા સેવા સદન દાહોદ ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લાની કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા સેવા સદન દાહોદ ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં જિલ્લાની કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
દાહોદ, તા. ૧૬ : રાજયમંત્રી બચુભાઇ ખાબડે આજે જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં સંક્રમણની સ્થિતિ, સરકારી-ખાનગી હોસ્પીટલમાં બેડની ઉપલબ્ધતા, ઓક્સિજન, રેમડેસિવર, વેક્સિનેશન અભિયાન સહિતની બાબતો અંગે અદ્યતન માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
મંત્રી શ્રી ખાબડે જણાવ્યું કે, વિલેજ કોવીડ કેર સેન્ટર દરેક ગામે ઉપલબ્ધ બન્યાં છે ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા જનજાગૃતિ આવશ્યક છે. જિલ્લામાં લગ્નપ્રસંગો આગામી પખવાડિયા સુધી બંઘ રહે તો સંક્રમણ કાબુમાં લેવા સારૂ કામ થઇ શકે છે એ માટે લોકજાગૃતિ આવશ્યક છે. સાથે લોકો બને તેટલા ઘરે રહે અને અનઆવશ્યક રીતે બહાર ન નીકળે એ પણ એટલું જ જરૂરી છે. જિલ્લામાં સર્વેલન્સની કામગીરી સઘન બને અને મેડીકલ કીટ વિતરણ પણ એટલું જ જરૂરી છે. જેમનો વારો આવતો હોય તેવા નાગરિકોને વેક્સિન સત્વરે લઇ લે એ માટે જનજાગૃતિ અભિયાન સઘન કરવું જોઇએ.


બેઠકમાં મંત્રી શ્રી બચુભાઇ ખાબડને કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં પચાસ ટકાથી વધુ બેડસ ખાલી છે અને સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. અત્યારે સંક્રમિત થઇ રહેલા કોવીડ દર્દીઓ કરતા સાજા થતા દર્દીઓનું પ્રમાણ વધારે છે તે પણ એક હકારાત્મક બાબત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૪૨૭૯૩ લોકોએ વેક્સિનનો લાભ લીધો છે.
મંત્રી શ્રી ખાબડે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો જયાં કોરોના સંક્રમણના કેસો વધારે આવી રહ્યાં છે તેની માહિતી મેળવી હતી અને ત્યાં સર્વેલન્સ-ધન્વતંરિ રથ સહિતના વિવિધ ઉપાયો અંગે સૂચન કર્યા હતા. તેમણે જિલ્લામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે કામગીરી કરતા ડોક્ટસ-સ્ટાફ નર્સ સહિતના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, ડીવાયએસપી શ્રી બેન્કર, ઝાયડસ હોસ્પીટલના
સીઇઓશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર કિશોર દાહોદ

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *