Mon. Oct 18th, 2021
અરબી સમુદ્રમાંમાં સક્રિય થયેલું વાવાઝોડું ‘તૌકતે’ ગુજરાત પર ત્રાટકે તે પહેલા જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે

Share with:


અરબી સમુદ્રમાંમાં સક્રિય થયેલું વાવાઝોડું ‘તૌકતે’ ગુજરાત પર ત્રાટકે તે પહેલા જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે

અરબી સમુદ્રમાંમાં સક્રિય થયેલું વાવાઝોડું ‘તૌકતે’ ગુજરાત પર ત્રાટકે તે પહેલા જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે. તૌકતે વાવાઝોડાને લઇ ગઇ કાલે CM વિજય રૂપાણીના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી. જેમા CS, મહેસૂલ વિભાગના અધિકારી, રાહત કમિશનર જોડાયા હતા. તૌકતે સાઈક્લોનને પહોંચી વળવાના આયોજનની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. જે પછી CM વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડાના પગસલે દરિયામાંથી માછીમારોને પરત ફરવા સૂચના આપી દેવામાં આવી છે. અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે. NDRFની 24 ટીમ કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવી છે. સાથે જ SDRFની 10 ટીમ, BSFને પણ સાબદા કરાયા છે. મંત્રીઓને પણ સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યા છે.

આજે પણ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૃમથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં દરિયાઈ વિસ્તારના જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા હાલની સ્થિતીની અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પોરબંદર અને મહુવા વચ્ચેના વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી તેની સમીક્ષા કરાઈ હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાને લઇ જ્યા સ્થળાંતર કરવાની ફરજ પડી છે તેમના રહેવા જમવા અને કોરોના પ્રોટોકોલ મુજબ વ્યવસ્થા કરવા સુચના આપી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટરમાં પણ એડવાઈઝરીના આધારે વ્યવસ્થા કરવા સુચના અપાઇ છે.

આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિત બંદરો, ઉર્જા, વાહનવ્યવહાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.
વિપુલ મકવાણા અમરેલી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *