Mon. Oct 18th, 2021
રાજુલા સરકારી હોસ્પિટલ(સિવિલ) ને ધારાસભ્યશ્રી ૧.૨૫.૦૦.૦૦.૦ રૂ.ની અંગત ગ્રાન્ટ  અતિ આધુનિક એવા  C T Scan મશીન માટે ફાળવતા રાજુલા યુવા ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર

Share with:


આપણે બધા જાણીએ છીએ કે આ કોરોના કપરાકાળ માં રેપીડ ટેસ્ટ , RTPCR ટેસ્ટ કરતા પણ વધુ અસરકારતા અને કેટલી માત્રા માં ફેફસાં અસરગ્રસ્ત છે એ માત્ર C T Scan દ્વારાજ જાણી શકાય છે.

સ્વાભાવિક છેકે આપણી વિધાનસભા સીટ ઉપર તો પછાતપણાં નું લેબલ વર્ષોથી છે એટલે સ્વપ્ન પણ ના આવે કે આપણા આ 3 તાલુકા ને C T Scan મશીન મળે.

મને એવો વિચાર આવ્યો કે હું ધારાસભ્ય તો આ ત્રણ તાલુકા ની જનતાજનાર્દન એ મત રૂપી આશિર્વાદ આપ્યા ત્યારેજ થયો છું તો મને મળતી ગ્રાન્ટ નો ઉપયોગ આ બાબત માં કેમ ના કરું?

C T Scan નહિ હોવાને કારણે રાજુલા જાફરાબાદ અને ખાંભા ના લોકો ને દૂર સુધી ના જવું પડે એ માટે મારી ધારાસભ્યશ્રી ની અંગત ગ્રાન્ટ માંથી અતિઆધુનિક એવું C T Scan મશીન જેની કિંમત અંદાજે સવા કરોડ છે તે રાજુલા સિવિલ હોસ્પિટલ ને ફાળવી રહ્યો છું.

આ મશીન 3 મહિના માં આવી જશે જેના જશ ના ભાગીદાર આપસૌ વ્હાલા મતદારોજ હશો.

રિપોર્ટ દિલીપભાઈ વાઘેલા વીજપડી

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *