Mon. Oct 18th, 2021
કેન્દ્ર સરકારે બે તબક્કામાં એનડીઆરએફની ૩૦ ટીમ ગુજરાત મોકલાવી છે અને તે ઉપરાંત રાજ્યમાં સ્થાયી એનડીઆરએફની ૧૪ ટીમ મળી કુલ ૪૪ ટીમ ૨૦ જિલ્લામાં સ્ટેન્ડ ટુ પોઝિશનમાં મુકાઈ છે.

Share with:


કેન્દ્ર સરકારે બે તબક્કામાં એનડીઆરએફની ૩૦ ટીમ ગુજરાત મોકલાવી છે અને તે ઉપરાંત રાજ્યમાં સ્થાયી એનડીઆરએફની ૧૪ ટીમ મળી કુલ ૪૪ ટીમ ૨૦ જિલ્લામાં સ્ટેન્ડ ટુ પોઝિશનમાં મુકાઈ છે.

કેન્દ્ર સરકારે બે તબક્કામાં એનડીઆરએફની ૩૦ ટીમ ગુજરાત મોકલાવી છે અને તે ઉપરાંત રાજ્યમાં સ્થાયી એનડીઆરએફની ૧૪ ટીમ મળી કુલ ૪૪ ટીમ ૨૦ જિલ્લામાં સ્ટેન્ડ ટુ પોઝિશનમાં મુકાઈ છે. સૌથી વધુ ૪ ટીમ ભાવનગર જિલ્લામાં, ૩-૩ ટીમ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, બબ્બે ટીમ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાં તેમજ એક-એક ટીમ નવસારી, ખેડા, અમદાવાદ, બોટાદ અને ગાંધીનગર જિલ્લામાં મુકાઈ છે. કુલ ૪૧ ટીમ ૨૦ જિલ્લાઓને ફાળવાઈ છે અને ૩ ટીમ રિઝર્વ રખાઈ છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, દીવમાં અતિભારે અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ

રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રવિવારે સાંજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભારત સરકારના હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું અત્યારે દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ દરિયામાં ૬૦૦ કિલોમીટરને અંતરે છે અને તેની તીવ્રતા આવતા ૨૪ કલાકમાં વધવાની શક્યતા છે. વાવાઝોડું પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે, જે ૧૭મી મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચવાની અને એને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે તથા કચ્છ, સૌરાષ્ટ્ર અને દીવમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. ૧૭મી અને ૧૮મી મેના રોજ પોરબંદર, ગીર, સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં ૭૦થી ૧૭૫ કિ.મી. સુધીની ઝડપે પવન જોર રહેવાની શક્યતા છે.

દરિયાકાંઠાના ૧૫ જિલ્લા ઉપરાંત બોટાદ અને રાજકોટ જિલ્લામાં ૧૫ હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે અને કુલ દોઢ લાખ લોકોનું રવિવારની મોડીરાત સુધીમાં સ્થળાંતર કરાશે, જેમાં કોવિડની ગાઇડલાઇનનું પાલન થશે,

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *