Mon. Oct 18th, 2021
કોરોનાની મહામારી વચ્ચે ડીસા તાલુકાના ઝેરડા ગામે ગ્રામ પંચાયતના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હજારો લીટર પાણી વેડફાઇ રહ્યુ છે

Share with:


કોરોનાની મહામારી વચ્ચે ડીસા તાલુકાના ઝેરડા ગામે ગ્રામ પંચાયતના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હજારો લીટર પાણી વેડફાઇ રહ્યુ છે

કોરોનાની મહામારી વચ્ચે ડીસા તાલુકાના ઝેરડા ગામે ગ્રામ પંચાયતના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હજારો લીટર પાણી વેડફાઇ રહ્યુ છે

ઉનાળાની 45 ડિગ્રી વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં પાણીના તળ ઉંડા જતા લોકો દૂર દૂરથી પાણી ઉપાડવા મજબુર થતા હોય છે પરંતુ અહીંયાં ડીસા તાલુકાના ઝેરડા ગામે કંઇક એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે તે છેલ્લા ઘણા વર્ષો થી પાણીની ટાંકી ગામ પંચાયત ની સામેજ આવેલી છે જેમાં આ પાણીની ટાંકીમાંથી હજારો લિટર પાણી વેડફાઇ રહ્યો છે તેમજ પાણીની ટાંકી ની બાજુમાં કાળુભાઈ સુથાર નું મકાન આવેલું છે પાણીની ટાંકી પડવાની ભીતિ તેમજ સુથાર પરિવાર માં ભય જોવા મળી રહ્યો છે તેમજ ઝેરડા થી થેરવાડા રોડ પર આવેલી ટાંકી જરર્જિત હૉવાથી પડી જવાની ભીતિ સેવાઈ રહી છે જેથી વાહન ચાલકોમાં પણ ભય સતાવી રહ્યોં છે તો આ બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેમજ આ બાબતે રાહદારીઓએ વારંવાર પંચાયતને રજૂઆત કરી હોવા છતાંય આ ટાંકી નું સમારકામ કરવામાં આવ્યું નથી તેમજ ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો

બાઈટ સુરેશભાઈ દવે અમારે ખેતરે જવા આ ટાંકી ની બાજુમાં
દિવસમાં ચાર થી પાંચ વાર અવરજવર કરવું પડી રહ્યું છે ત્યારે અમને આ ટાંકી પાડવાનો બહુ ભય સતાવી રહ્યો છે અમે આ બાબતે ગ્રામ પંચાયત ને પણ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ સમારકામ કરવામાં આવતું નથી તો આ બાબતે અમારી ઉગ્ર માંગ છે કે આ ટાંકી
પડાવવામાં આવે અથવા સમારકામ કરવામાં આવે તેવી માંગ છે

બાઈટ…કાળુભાઇ સુથાર આ પાણીની ટાંકી મારા ઘરની બાજુમાં જ રોડ પર આવેલી છે આ ટાંકી જો પડી જાય તો મારા ઘર પર પડે એટલે અમારા પરિવારમાં ખૂબજ ભય સતાવી રહ્યો છે તો આ બાબતે અમે મીડિયાનો સહારો લઈ રજૂઆત કરેલી છે અને ગામ પંચાયતને વાંરવાર રજૂઆત કરેલી છે પરંતુ અમારું કોઈ સાંભળતું નથી

અહેવાલ વિજુભા વાઘેલા બનાસકાંઠા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *