Tue. Sep 28th, 2021
ચોમાસુ આગળ વધવા માટે બધા પરીબળો અનુકુળ.  કેરલ મા ૧ જુન અથના ૨ જુન દરમિયાન ચોમાસા ની પધરામણી થશે .

Share with:


ચોમાસુ આગળ વધવા માટે બધા પરીબળો અનુકુળ.  કેરલ મા ૧ જુન અથના ૨ જુન દરમિયાન ચોમાસા ની પધરામણી થશે .

” update 27 may to 04 june “

        ચોમાસુ આગળ વધવા માટે બધા પરીબળો અનુકુળ.  કેરલ મા ૧ જુન અથના ૨ જુન દરમિયાન ચોમાસા ની પધરામણી થશે . 

  સૌરાષ્ટ્ર  ગુજરાત કચ્છ -    ૨૮ થી ૪ તારીખ દરમિયાન લો લેવલ અને મિડ લેવલ ના ભેજ તેમજ સામાન્ય અસ્થિરતા ના કારણે છુ઼ંટાછવાયા એકલ દોકલ વિસ્તારો માં કોઇ કોઇ દીવસે ગાજવીજ સાથે બપોરબાદ વરસાદ વરસી જાશે . તેમજ આ દીવસો દરમિયાન પવનો ની ગતી ૧૫ થી ૨૫ કીમી પ્રતીકલાક રહેશે . સવાર ના વાતાવરણ મા ભેજ વધસે અને દીવસ દરમિયાન બફારા નો અહેસાસ થશે . 

  આગોતરૂ એંધાણ -  ગુજરાત મા ૧૦ જુન થી,દક્ષિણ પક્ષીમ પવનો વ્યવસ્થિત સેટ થાય તેવુ લાગી રહ્યુ છે . તેમજ તેના કારણે ગુજરાત મા વિધીવત રીતે ચોમાસા ની પધરામણી ૧૫ થી ૨૦ જુન વચ્ચે થઇ શકે છે . હાલ મા અરબ સાગર મા કોઇ મોટી સિસ્ટમ બનવાની શક્યતા નથી જેના કારણે હજુ સાર્વત્રિક વાવણી માટે ૧૫ થી ૨૦ દીવસ ની રાહ જોવી પડે તેવુ લાગી રહ્યુ છે . તેમજ બંગાળ ની ખાડી મા જુન ના શરુવાત ના દીવસો મા ફરી એક સિસ્ટમ સક્રીય બની શકે છે જેના કારણે અરબી સમુદ્ર મા કરંટ આવી શકે છે .અને ચોમાસા ને વેગ મળી શકે છે .  

નોંધ – હવામાન ની વિશેષ માહીતી માટે imd નુ અનુસરણ કરવુ . અને હાલ ચોમાસુ ક્યા સુધી પહોંચ્યુ તેનો મેપ નીચે આપેલ છે જોવા માટે .

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *