Wed. Dec 1st, 2021
વર્ડ પર્યાવરણ દિવસની  દિયોદર ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી

Share with:


વર્ડ પર્યાવરણ દિવસની  દિયોદર ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી

વર્ડ પર્યાવરણ દિવસ નિમિત્તે દિયોદર ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં દિયોદર 108 ટીમ , અને ખિલખિલાટ જેમાં 108 ના EMT રમેશભાઈ સુથાર પાઇલોટ બિપીનભાઈ ત્રિવેદી ,દિનેશભાઈ નાઈ , દેવરામભાઈ ઉપાધ્યાય ,ખોડાજી ઠાકોર ,દિનેશભાઈ , રાજુભા ,ધુડાભાઈ તેમજ બનાસકાંઠા ૧૦૮ ઇ એમ ઇ સર દિવ્યરાજ સિંહ બિહોલા પીએમ સર કમલેશ પઢિયાર સર તેમજ રેફરલ હોસ્પિટલ ના અધીક્ષક બ્રિજેશ વ્યાસ તેમજ સી એચ સી મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રતીક રાઠોડ સર તેમજ CHC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
અને પર્યાવરણ નું મહત્વ સમજાવ્યું


કે
સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી. કારણ કે, મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે. વ્યક્તિ જ્યારે ભોજન માટે બેસે ત્યારે પ્રકૃતિનાં આ પાંચેય તત્વો તેની સાથે સંકળાયેલા હોય છે. આપણા ઋષિમુનિઓ અને ધર્મસ્થાપકોએ પણ પર્યાવરણના દાયરામાં રહીને લાંબુ આયુષ્ય ભોગવ્યું હોવાના અનેક દાખલા જોવા મળે છે. આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે અને તેનું આયુષ્ય પહેલાંની સરખામણીમાં ઘણું ઓછું થઈ ગયું છે. આથી કહી શકાય કે, પર્યાવરણ છે તો જીવન છે.

એહવાલ વિજુભા વાઘેલા બનાસકાંઠા

Share with:


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *